સુરત શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, ત્યારે સુરતની વિવિધ બ્લડ બેંકમાં પ્લાઝમાની સતત માંગ વધી રહી છે. સુરતની અલગ-અલગ બ્લડ બેંકોમાં રોજની 40થી 60 જેટલી પ્લાઝમાની માગ થઇ રહી છે. કોરોના સંક્રમિત થઈ ગયા પછી જે દર્દીઓ સારા થઈ ગયા હોય તેઓ પ્લાઝમા ડોનેટ કરી શકે છે, તે પ્લાઝમા અન્ય દર્દીઓ માટે મદદરૂપ પુરવાર થઈ શકે છે. સુરતની વિવિધ બ્લડ બેન્કમાં મોટા પ્રમાણમાં પ્લાઝમાની જરૂરિયાત વર્તાઇ રહી છે, પરંતુ, પ્લાઝમા ડોનેટ કરનારા લોકોની સંખ્યા ખુબ ઓછી છે, જે બ્લડ બેંકો માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્લડ બેંકોમાં બ્લડ આપવા આવનાર રક્તદાતાઓ ખુબ ઓછા છે સુરત બ્લડ બેંકના સંચાલકો દ્વારા બ્લડ એકત્રિત કરવું અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. કોરોનાનો નવો ટ્રેન્ડ સામે આવ્યા પછી એકાએક જ કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. બ્લડ બેંકોમાં બ્લડ આપવા આવનાર રક્તદાતાઓ ખુબ ઓછા જોવા મળી રહ્યા છે. બીજી તરફ સંક્રમણને કારણે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું નથી. એવા સંજોગોમાં બ્લડ બેંકોમાં પૂરતા પ્રમાણમાં બ્લડ એકત્રિત કરી શકાતું નથી તેમજ પ્લાઝમાની જે માંગ ઊભી થઈ છે, તેને પણ પૂર્ણ કરવામાં બ્લડ બેંકો અ
टिप्पणियाँ
एक टिप्पणी भेजें